પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના જેમાં મળે છે રૂ. પાંચ લાખની સહાય
શું તમે આયુષ્યમાન (Ayushman Bharat Yojana) યોજના ના લાભાર્થી છો? અથવા તો નવું રજીસ્ટ્રેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે ઉપયોગી છે કારણ કે હવેથી મોદી સરકાર તમને મોટી રાહત આપી રહી છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવેથી કોઈ પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ ફ્રીમાં કઢાવી શકશે. આ પહેલા 30 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો જે હવેથી નહિ લેવામાં આવે. આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાની સારવાર ફ્રીમાં આપવામાં આવે છે.
ઘરે ઘરે જઈને માહિતી મેળવીને આ આયુષ્યમાન કાર્ડ pvc કાર્ડ તરીકે આપવામાં આવશે. જેમાં મોટી વાત એ છે કે આ કાર્ડ ફ્રીમાં આપવામાં આવશે. આ અભિયાન નો મુખ્ય હેતુ એ છે કે બધા લોકોને પાકા કાર્ડ મળે જેથી કોઇપણ બીમારી વખતે બીમારીની સારવાર કરવામાં થતાં ખર્ચમાં રાહત મળી રહે.
આ યોજનામાં લાભ રાજ્ય સરકારો લઈ રહી છે. જેમાં ગુજરાત, બિહાર, પંજાબ, છત્તીસગઢ જેવા રાજ્યોના ઘણા લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આયુષ્યમાન યોજના ના લાભાર્થીઓને ઇ કાર્ડ બનાવવું પડે છે. જેની માટે કોમન સર્વિસ સેન્ટર જવું પડતું હતું અને લાભાર્થીઓને 30 રૂપિયા આપવા પડતા હતા જે હવે ફ્રીમાં થશે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગોલ્ડન કાર્ડ નિશુલ્ક બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે જે 30 એપ્રિલ સુધી ચાલશે. ગોલ્ડન કાર્ડ અંતર્ગત લાભાર્થીને પાંચ લાખ રૂપિયાની મેડિકલ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 30 એપ્રિલ સુધીમાં સીએસસી કેન્દ્ર (CSC Center) પર ફ્રી મા ગોલ્ડન કાર્ડ બનાવી શકાશે.
ભારત સરકારે આયુષ્યમાન યોજના (Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana-PMJAY) 2017માં લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાની સારવાર મફત મળશે. આ યોજના અંતર્ગત 1 કરોડ 63 લાખથી વધુ લોકોની સારવાર થઇ ચૂકી છે.
જો તમારે આયુષ્માન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું છે અને આ યોજનામાં તમારું નામ છે કે નહીં તે જાણવું છે તો તે માહિતી નીચે આપેલી પ્રોસેસ દ્વારા જાણી શકશો
આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ તપાસવા માટે, સૌપ્રથમ આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ https://www.pmjay.gov.in/ પર જાવ.
- પેજ ખોલ્યા પછી, ઉપરની જમણી બાજુએ એક લિંક દેખાશે. આ લીંક am i eligible નું હશે હવે આ લીંક પર ક્લિક કરો.
- આ લિંક પર ક્લિક કરીને, એક નવું પેજ ખુલશે જેમાં તમારી કેટલીક માહિતી પૂછવામાં આવશે. અહીં તમારે તમારા મોબાઇલ નંબર સાથે કેપ્ચા કોડ ભરવો પડશે. આ માહિતી આપ્યા પછી, તમે ઓટીપીના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલમાં ઓટીપી આવશે. આ ઓટીપી ભર્યા પછી સબમિટ પર ક્લિક કરો.
- આ પછી તમે તમારું રાજ્ય પસંદ કરો.
- આ પછી, તમે કેટલીક કેટેગરીઝ જોશો. જેમાં તમે તમારું નામ તપાસવા માંગો છોતમારે કેટેગરી પસંદ કરવાની રહેશે.
- તેમાં નામ, એચએચડી નંબર, રેશનકાર્ડ અને મોબાઇલ નંબરનો વિકલ્પ હશે.
- તમે આમાંથી એક પર ક્લિક કરો, જેથી આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ છે કે નહીં તે ખબર પડી જશે.