ઇસુદાન ગઢવી તેના ચાહકોના હિતમાં આ જાહેરાત કરી શકે છે
ઈશુદાન ગઢવી પોતે વર્ષોથી ગુજરાતની મીડિયા જગતમાં પત્રકાર તરીકે કાર્ય કરતા હતા. છેલ્લા કેટલાંક સમયથી તેઓને મહામંથન શીર્ષકથી વિખ્યાત શોનું સંચાલન કરતા હતા. અને ગામડા થી લઈને શહેર સુધી સોં કોઈ લોકો માં લોકપ્રિય છે.
નોંધનીય છે કે , મહામંથનમાં રાજ્યના સાંપ્રત મુદ્દાઓ પર ડીબેટ કરવામાં આવે છે. આ શોએ તેમની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા અને ખુબ જ લોકપ્રિય બન્યા હતા. ત્યારે સાંપ્રત સ્થિતિઓ જોતા તેઓ VTV ના એડિટર તરીકે રાજીનામું આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોવા છતાં તેઓએ એડિટર સુધીની સફર ખેડી છે. ઈશુદાન ગઢવીએ અવારનવાર અનેક રાજકીય અને ગુજરાતને લગતા સામાજીક પ્રશ્નો ઉઠાવ્યા છે. ખેડૂતોને લગતા અનેક પ્રશ્નો તેઓએ વારંવાર ટીવી પર ઊઠાવ્યા છે . છેલ્લા ૫ વર્ષથી તેઓ ચેનલમાં એડિટર તરીકે ફરજ બજાવતા હતા. પત્રકારત્વની ૧૬ વર્ષની કારકિર્દીને અલવિદા કહ્યું છે.
ઇસુદાન ગઢવી પોતે ફેસબુક પર લાઈવ આવીને જણાવ્યું હતું કે તેઓ જે કાંઈ પણ કાર્ય કરશે તે ગુજરાતના તમામ લોકોના હિત માં હશે. અને તેઓ પોતાનો ફાઇનલ નિર્ણય 15 જૂન ના દિવસે જણાવશે પરંતુ ત્યાં સુધી તેઓ ગામડા ની મુલાકાત લેશે. એનો અર્થ એવો થઈ રહ્યો છે. કે તેઓ ગામડા લેવલે નવા સંગઠન ની રચના કરવા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને ત્યાર બાદ નવું સંગઠન રાજનીતી માં પણ ઝંપલાવી શકે છે. અને બીજી બાજુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કર તેઓ કોઈ પોલિટિકલ પાર્ટી માં જોડાઈ પરંતુ તેના બદલે ગામડાઓ માં નવા સંગઠન ની રચના કરે તેવું લાગી રહ્યું છે.
તેઓ બાળકો, યુવાઓ અને મહિલાઓમાં લોકપ્રિય હતા. ટીવી જર્નાલિઝમની તેઓએ દોઢ દાયકાની સફર પુર્ણ કરી છે .