ગીતાબેન રબારીએ વિજય સુવાડાના લગ્નમાં કર્યો મોટો ખુલાસો કહ્યું એવું કે…
જયારે મળતા હેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે સિંગર વિજય સુવાડા હાલમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.તેમના લગ્ન પ્રસંગમાં કેટલાય નામી અનામી કલાકારો ત્યાં આવેલા જોવા મળ્યા હતા.જયારે તેમના લગ્નમાં પણ ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે વિજય સુવાડાના લગ્નમાં કેટલાક સિંગરો અને અભિનેતાઓ તો આવ્યા હતા,પરંતુ ત્યાં ગુજરાતને પોતાના મધુર અવાજે ડોલાવનાર કલાકાર અને કચ્છી કોયલના નામેથી ઓરખતા ગીતાબેન રબારી પણ લગ્નમાં આવ્યા હતા.આટલું જ નહિ પરંતુ આ લગ્નમાં આવીને ઘણી મોજ કરાવી હતી.
મહેમાન બનીને આવેલા ગીતાબેન રબારીએ ઘણી વાતો પણ કરી હતી,જેમાં વિજય સુવાડા જીવન પ્રસંગની પણ વાતો કરી હતી.જેમાં એવું પણ જણાવ્યું હતું કે વિજય ફોઈનો દીકરો છે જેથી ભાઈના લગ્ન હોય અને બહેન ન આવે તો કેવી રીતે ચાલે આવું પણ જણાવ્યું હતું.આમ અહીંયા વિજય સુવાડાના લગ્ન પ્રસંગે મહેમાનોને મોજ કરાવી દીધી હતી.
વિજય સુવાડાના પિતાજીએ તેમને લગ્નમાં કાળા રંગની ફોરચુનર ગાડી ભેટ આપી હતી.વિજય સુવાડાના લગ્નમાં સૌ કોઈ મહેમાનોએ ઘણી મઝા કરી હતી.અને તેમના લગ્ન જીવનને યાદગાર બનાવ્યું હતું.જયારે તેમના કેટલાક ચાહકો પણ લગ્ન જીવનમાં જોડાયેલા વિજય ભાઈને શુભેસ્છા પાઠવી હતી.