ગીતાબેન રબારી ની વૈભવી જિંદગી ની ઝલક જોઈને તમે થઇ જશો હેરાન
ગુજરાતમાં ઘણા એવા કલાકારો છે જે પોતે ગુજરાત જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જાણીતા થયા છે. આજે તમને ગીતાબેન રબારીના જીવન વિશે જણાવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં જો ગુજરાતી ગીતોને લઈને કોઈ નામ આગળ પડતું જોવા મળતું હોય તો તેમા ગીતાબેન રબારીનું જરૂર સામેલ થાય છે. જેણે ગુજરાતી ગીત ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ વખણાય છે અને તેઓ એક રબારી સમાજનું જ નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ બની ગયા છે.તમને જણાવી દઈએ કે તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ગીતો પણ ગાવા લાગ્યા છે,જયારે તેમના પહેરવેશ વિષે વાત કરવામાં આવે તો તે ખૂબ જ અનોખો છે.જયારે તેઓ રિયલમાં કંઈક અલગ જ દેખાય છે.
દિવસે ને દિવસે ગીતાબેન રબારીના ફેન વધતા જોવા મળી રહ્યા છે.ગીતાબેન રબારી નો જન્મ 1996 માં કચ્છના એક નાનકડા ગામ તપ્પરમાં થયો હતો.ગીતા બેન તેમન પરિવારના ખુબ ચહિતા હતા.જયારે તેમના પિતા આજના સમયમાં એક મોટા સુપર સ્ટાર્સ કલાકાર બની ગયા છે.ગીતાબેન રબારી આશરે પાંચમા ધોરણથી જ ગીતો ગાવાનો વધારે શોખ ધરાવતા હતા.જયારે આજે તે માત્ર 20 વર્ષની ઉંમરે પોતે અનેક સફળતાઓ પ્રાપ્ત કરી લીધી છે.
ગીતાબેન પોતાના પરિવાર સાથે રહે છે.તે ભજન,લોકગીત,સંતવાણી,ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ પણ કરે છે.જેનાથી તેમનું પરિવાર ખૂબ જ ખુશ છે અને તેમનું આખું પરિવાર ગીતા બેનનું ગૌરવ લે છે.ગીતા બેન રબારી એક મોટા ગાયક કલાકાર બની ગયા છે અને તેમને રોણા શેરમા અને મારો એકલો રબારી વાળું ગીત પણ ગાયું હતું જેનાથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો.અને આજે ખૂબ જ ફેમસ થઈ ગઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે તેમનું આ પ્રથમ ગીત યુટ્યુબમાં કરોડો લોકોએ જોયું હતું અને સોશિયલ મીડિયા પરથી પણ તેમણે ઘણી લોકપ્રિયતા મળી હતી.તેમના ગરબા અને રાશ પણ ખૂબ લોકપ્રિય છે.ગીતાબેન રબારી જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે તેઓ તેમના પહેરવેશમાં જાય છે અને ગીતા બેન રબારીએ રબારી સમાજનું ગૌરવ છે.તેમના મિત્રો અંગે વાત કરવામાં આવે તો તેમના ખાસ મિત્રોમાં કિંજલ દવે છે.
જયારે બીજા કલાકારો જેમ કે દેવાયત ખવડ,રાજભા ગઢવી,ગમન સાંથલ,કીર્તિદાન ગઢવી,ઓસમાન મીર જેવા વગેરે કલાકારો સાથે તેમણે પ્રોગ્રામ કર્યા છે અને તેઓ બધા જ કલાકાર સાથે સારો વ્યવહાર રાખે છે.ગીતાબેન રબારી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં તે આજે ધૂમ મચાવી રહી છે.
ગીતા બેન રબારી પ્રોગ્રામમાં આગળ વધ્યા બાદ તેમણે ઘણા લોકો ઓળખવા લાગ્યા અને તેઓના હિન્દી ગીતો પણ જોવા મળ્યા છે.ગીતાબેને એવું પણ કહ્યું છે કે તેમણે આ સ્ટેજ સુધી પહોંચવા માટે ઘણો મોટો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેમણે ઘણા લોકોએ અહીંયા સુધી પહોંચવામાં મદદ કરી હતી અને સપોર્ટ આપ્યો હતો.