પાર્ટીમાં દારૂ ખૂટતા લોકો સેનેટાઇઝર પીવા લાગ્યા, ભૂલથી પણ આવું ના કરતા

7 Die From Drinking Hand Sanitizer at Russia

કોરોનાકાળ દરમિયાન રશિયાના એક ગામમાં યોજાયેલી દારુની પાર્ટીમાં એવી ઘટના બની હતી કે તમે જાણી ને ચોંકી જશો.

મળતી વિગતો પ્રમાણે રશિયાના તાતિન્સકી નામના જિલ્લાના એક ગામમાં દારુની પાર્ટી ચાલી રહી હતી અને તેમાં 9 લોકો સામેલ થયા હતા.યોજાયેલ પાર્ટીમાં દારુ ખુટી પડતા દારુના નશામાં લોકોએ સેનિટાઈઝર પીવા માંડ્યા હતા.જેનુ પરિણામ એ આવ્યુ છે કે, એમાં સાત લોકોના મોત થયા છે અને બાકીના બે વ્યક્તિ કોમામાં છે.

લોકોએ જે સેનિટાઈઝર પીધું હતુ તેમાં 69 ટકા મિથેનોલ હતો.જે જીવાણુઓને મારવા માટે હંમેશા વાપરવામાં આવે છે. મરનારા પૈકીના ૩ ના મોત સ્થળ પર જ થઇ ગયા હતા. બાકીના ૬ ને એરક્રાફ્ટ મારફતે વધારે  હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 4 લોકોને બચાવી શકાયા ન હોતા.બાકીના 2 વ્યક્તિઓ હજી પણ કોમામાં છે.

એ પછી રશિયા ની સરકારે લોકોને અપીલ કરી છે કે, સેનિટાઈઝરને પીવાથી દુર રાખજો. આ તમારા માટે ઘાતક પૂરવાર થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, રશિયામાં અત્યાર સુધીમાં 20 લાખ કોરોનાના કેસ થયા છે અને 35000 લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચુક્યા છે.


જાણો: ટ્રાયલ માટે કોરોના વેક્સિન હવાઈ માર્ગે ક્યારે આવશે ગુજરાતમા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *