પ્રધાનમંત્રીની ‘નૌટંકી’ ને કારણે જ કોરોના વાયરસની બીજી લહેર આવી : રાહુલ ગાંધીનો દાવો

રાહુલ ગાંધીએ કહ્યું, જો આ રીતે જ રસીકરણ ચાલતું રહેશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર આવશે.

દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશનને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાછે. અત્યારસુધી દેશમાં માત્ર ત્રણ ટકા લોકોને જ રસી અપાઈ હોવાનો રાહુલે દાવો કર્યો છે. આ ગતિથી રસીકરણ ચાલતુ રહેશે તો, 2024 સુધીમાં બધાને રસી આપી શકાશે. કેન્દ્ર સરકારની કામ કરવાની નીતિથી લાખો લોકોના મોત થયાનો પણ રાહુલે આરોપ લગાવ્યો. વેક્સિનને કોરોનાનો કાયમી ઈલાજ ગણાવતા રાહુલે કહ્યું, આ વાયરસ વારંવાર પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી લહેર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર અને પ્રધાનમંત્રી આજ સુધી કોરોનાને સમજી શક્યા નથી, કોરોના માત્ર એક બીમારી નથી. તમે તેને જેટલો સમય અને જગ્યા આપશો તે એટલું જ ખતરનાક બનતું જશે. આ બીજી લહેર પ્રધાનમંત્રીની જવાબદારી છે, પ્રધાનમંત્રીએ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી પૂરી ન કરી તેના કારણે બીજી લહેર આવી છે.”

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, “જો આ રીતે જ રસીકરણ ચાલતું રહેશે તો ત્રીજી, ચોથી અને પાંચમી લહેર આવશે. આપણો મૃત્યુદર ખોટો છે અને સરકાર આ ખોટાને ફેલાવી રહી છે. સરકારે સમજવું જોઈએ કે વિપક્ષ તેનો દુશ્મન નથી, વિપક્ષ તેને રસ્તો બતાવી રહ્યા છે.


પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીની મુખ્ય વાતો
  • રસીકરણ જ કોરોનાનું કાયમી સમાધાન છે. લોકડાઉન, માસ્ક, સામાજિક અંદર કામચલાઉમ સમાધાન છે. રસીકરણ નીતિમાં ફેરફાર ન કર્યો તો એક નહીં વારંવાર લોકો મરશે, નવી લહેર આવતી રહેશે.

  • આજે 97 ટકા લોકોને કોરોના થઈ શકે છે. દરવાજા ખુલા છે. અમેરિકાએ અડધી જનસંખ્યાને રસી આપી દીધી, આપણે રસીની રાજધાની છીએ પણ સ્થિતિ ખરાબ છે.

  • મેં અને અનેક લોકોએ સરકારને કોરોનાને લઈને ચેતવ્યા, પરંતુ સરકારે અમારી મજાક ઉડાવી. પીએમએ કોરોના પર જીતની જાહેરાત કરી દીધી હતી.

  • કોરોના માત્ર એક બીમારી નથી, બદલાતી બીમારી છે. જેટલો સમય અને જગ્યા તેને આપીશું તે એટલી જ ખતરનાક બનતી જશે. મેં ફેબ્રુઆરીમાં જ કહ્યું કે કોરોનાને જગ્યા ન આપો. કહેવાય છે કે, હું લોકોને ડરાવું છું. હું લોકોને ડરાવતો નથી પણ મને લોકોની ચિંતા છે.

  • આપણે નસીબવાળા છીએ કે બીજી બીમારી પણ કોરોના વાયરસ જેવી જ છે, આગામી બીમારી કોઈ અન્ય રૂપ લઈ શકે છે. રસીકરણની સંખ્યા વધારવી પડશે. જો એમ નહીં થાય તો હાલના 3 ટકાના દરે રસીકરણમાં આગામી લહેર આવવાનું નક્કી છે.

અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *