ફરીથી શરૂ થશે આઇપીએલ, ભારતની જગ્યાએ આ દેશમાં રમાશે બાકી બચેલી મેચો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ભારતમાં રમાઇ રહી હતી, પરંતુ વધતા કોરોના કેસોના કારણે આ લીગને બીસીસીઆઇ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, હવે આઇપીએલ 14ની બાકી બચેલી મેચો સહિતની ટૂર્નામેન્ટ ફરીથી રમાઇ શકે છે. રિપોર્ટ છે કે આઇપીએલની બાકીની મેચો જેને અધવચ્ચેથી ટાળી દેવામાં આવી હતી, તેને હવે વિદેશી ધરતી એટલે કે યુઇએમાં રમાડવામાં આવી શકે છે. 

આઇપીએલની 14મી સિઝનને લઇને રિપોર્ટ છે કે, દેશમાં કોરોના વધતા કેસોના કારણે હવે બાકી બચેલી મેચોને યુએઇમાં રમાડવામાં આવી શકે છે, આ મેચોનુ આયોજન સંભવિત રીતે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે છે. જોકે હજુ સુધી આને લઇને બીસીસીઆઇનો ફેંસલો આખરી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે. ભારતમાં IPL 2021 સીઝનની 30મી મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે રમાવવાની હતી. કોલકાતા ટીમના 2 ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ મેચ અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે ટાઈટ શેડ્યૂલ અને ભારતમાં કોરોની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે ટૂર્નામેન્ટને ભારતમાં બહાર રમાડવામાં આવશે એવી ચર્ચા પહેલાથી જ હતી. કારણ છે કે અગાઉ આઇપીએલની 2020ની સિઝનને પણ બીસીસીઆઇ દ્વારા યુએઇમાં ખસેડી હતી, જ્યાં તેનુ સફળ આયોજન શક્ય બની શક્યુ હતુ. 

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક રૂપ લેતા દેશમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના કેટલાક ખેલાડીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, સ્ટ્રૉન્ગ બાયૉ બબલ હોવા છતાં ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ કોરોના પૉઝિટીવ નીકળતા આઇપીએલને (IPL 2021) અધવચ્ચેથી સસ્પેન્ડ કરવી પડી છે. બીસીસીઆઇએ (BCCI) તાત્કાલિક ધોરણે નિર્ણય લેતા આઇપીએલની 14મી સિઝનને ટાળી (IPL Suspended) દેવાની જાહેરાત કરી દીધી હતી.  પરંતુ હવે રિપોર્ટ છે કે ગત વર્ષની જેમ આ ખતે પણ આઇપીએલને દેશની બહાર રમાડવામાં આવશે.

અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *