ભાજપ એ યૂપી ની વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી
કોરોનાની બીજી લહેરની સ્પીડ જેમ-જેમ ધીમી પડતી જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ યૂપીની વિધાનસભાની ચૂંટણી માટેની પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોની માનીએ તો બીજેપી યૂપીમાં સંગઠન દ્વારા બૂથ લેવલથી દરેક વિધાનસભા પર્ફોમન્સ રિપોર્ટ લેશે અને ધારાસભ્યોની પર્ફોમન્સનો ત્રણ શ્રેણીમાં રિપોર્ટ તૈયાર કરશે.
પર્ફોમન્સ રિપોર્ટ જેમાં ધારાસભ્યોના પ્રદર્શનને ત્રણ શ્રેણીઓમાં excellent, good અને averageમાં રાખવામાં આવશે. આ પર્ફોમન્સ રિપોર્ટ પછી પાર્ટી તરફથી ખાનગી એજન્સીઓ પણ ધારાસભ્યો વિશે જાણકારી મેળવવામાં આવશે.
પંચાયત ચૂંટણી પછી ટેન્શનમાં બીજેપી
તે વાત જગજાહેર છે કે હાલમાં પંચાયત ચૂંટણીએ પાર્ટીની ચિંતા વધારી દીધી છે. બીજેપી માટે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ છે. પાછલા દિવસોમાં પાર્ટીના સંગઠન મહામંત્રી બીએલ સંતોષે લખનઉની મુલાકાત કરીને રાજ્ય સરકારના મંત્રીઓ અને પ્રમુખ નેતાઓ સાથે સરકાર તથા સંગઠનના કામકાજને લઈને ત્રણ દિવસો સુધી મંથન કર્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર બીજેપી નેતૃત્વના જે ધારાસભ્યોનું પ્રદર્શન ખરાબ આવશે તેમને પાર્ટી તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે કે આગામી છ મહિનામાં સંગઠન અને તેમના દ્વારા કરવામાં આવનારા કામોનું ઝડપી પ્રચાર કરે અને વધારેમાં વધારે જનતા વચ્ચે સમય આપે.
જણાવી દઈએ કે, હાલમાં બીજેપીના સીએમ યોગી આદિત્ય નાથ અને દિલ્હીના નેતાઓ વચ્ચે સંઘર્ષની વાત સામે આવી રહી છે. યોગી પોતાને એક નવી બ્રાન્ડ તરીકે અને આગામી વડાપ્રધાનના રૂપમાં હાલથી પ્રચારિત કરવાનું શરૂ કર્યું છે. તેથી કદાચ બીજેપી હાઇકમાન નારાજ છે, તેથી આ વખતે તેમના જન્મ દિવસ પર પીએમ મોદી અને ગૃહમંત્રી શાહે તેમને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી નથી.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના કારણે ઉત્તર પ્રદેશમાં અસંખ્ય લોકોના મોત થયા છે. ગંગા નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહો તરતા જોવા મળ્યા છે તો ગંગા કિનારે મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવેલા પણ નજરે પડ્યા છે. પરંતુ તે મુશ્કેલ પરિસ્થિતિ વખતે બીજેપી હાઈકમાને ક્યારેયપણ પોતાના નેતાઓને જનતા વચ્ચે જઈને તેમની સેવા કરવા માટેનું કહેવામાં આવ્યું નથી. જોકે, ચૂંટણી જીતવા માટે એક વર્ષ પહેલાથી કામગીરી શરૂ કરી દેવાઈ છે. જો કોરોના સામે લડવા માટે આટલી દૂરદર્શિતા દર્શાવવામાં આવી હોત તો અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાના કારણે ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા ના હોત.
હવે બીજેપી તરફથી માત્રને માત્ર પોતાની છબિને સુધારવા માટે કામ કરવામાં આવશે. તે માટે અવનવી જાહેરાતો અને નાનામાં નાના કામ પણ ગણાવવામાં આવશે. જ્યારે હજું પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યાં છે ત્યારે એક વખત ફરીથી દેશનો રાજા યૂપીની ચૂંટણી જીતવાની ચિંતામાં પડ્યો છે.