કાગવડ ખોડલધામ ખાતે પાટીદારો ફરી એક મંચ પર આવશે,રાજકીય ક્ષેત્રે થશે નવાજુની?


સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 93 લાખ અને 13 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 15 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત ના રાજકારણ માં હવે ખળભળાટ મચવા જઇ રહ્યો છે.હવે પાટીદાર સમાજ કાલે એક મંચ પર આવવા જઇ રહ્યો છે.ભાજપ ની બેઠકબ15 તારીખે યોજાવાની છે.ત્યારે આ બેઠક ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. પરંતુ ભાજપ કોઈ પ્લાનિંગ કરે એ પહેલા એક મોટો સંયોગ થવા જઈ રહ્યો છે. 12મી જૂને ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે.

આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જાન્યુઆરી 2021માં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઊંઝા ઉમિયાધામમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એક જ મંચ પર આવ્યા હતા.કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે અને વિરોધ પક્ષ પણ સરકારને ઘેરતો આવ્યો છે. ત્યારે આવા અનેક મુદ્દે સરકારની નબળી કામગીરીથી કેટલાક અંસતુષ્ટ ધારાસભ્યોમાં ગણગણાટ છે.

ડિસેમ્બર, 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આવતીકાલે પાટીદાર સમાજ એક મંચ પર આવી રહ્યો છે. આમ 5 મહિનામાં ફરીવાર લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર જોવા મળશે.ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો એક મંચ પર આવતા ગુજરાતની રાજનીતિમાં ઉથલ પાથલની શક્યતા છે. આ બેઠકમાં લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.

જાન્યુઆરી, 2021માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે. સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઉંઝા અને કાગવડ હંમેશા તેમની પડખે રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *