સુરત ખાતે ભાજપ હોદ્દેદારોનો મોહભંગ: અનેક આપમાં જોડાયા.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં સાગમટે ૨૭ બેઠકો પર વિજય મેળવીને ખાતું ખોલાવવા આમ આદમી પાર્ટીમાં આજે ભારતીય જનતા પાર્ટીના વધુ ૩૫ કાર્યકરો જોડાયા છે. મહાનગર પલિકાના વોર્ડ નં. ૪ અને પંચના સક્રિય કાર્યકરો હોદ્દેદારોએ આજે વિધિવત રીતે ભાજપને રામ રામ કરીને આમ આદમી પાર્ટીની કંઠી બાંધી હતી.
દિલ્હી ના CM અરવિંદ કેજરીવાલ એ કરી ખુબ જ મહત્વ ની વાત
આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત ૩૫ થી વધુ કાર્યકરો આપમાં જોડાયા હતા. જેને પગલે વોર્ડ નં. ૪ અને ૫ ના ભાજપ સંગઠનમાં સોપો પડી જવા પામ્યો હતો. હાલમાં જ પાટીદારોની નારાજગીને દૂર કરવા માટે શાસકો દ્વારા જે વોર્ડમાં ભાજપની કારમી હાર થઇ છે. તેને દતક લયને ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે એક સાથે બે વોર્ડના ૩૫ થી વધુ કાર્યકરોએ આપમાં વિધિવત જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર વોર્ડ નં . પના યુવા મોર્ચા મહામંત્રી વિપુલ સખીયા , યુવા મોર્ચા મંત્રી યાજ્ઞીક કાકડીચા , યુવા મોર્ચા કારોબારી સભ્ય રૂપેન લાખણકીયા , કારોબારી સભ્ય મેહુલ સિદ્ધપરા , વોર્ડ નં . ૪ ના યુવા મોર્ચા ઉપાધ્યક્ષ જય લાખણકીયા અને યુવા મોર્ચા મંત્રી પ્રિત લાઠીયા સહિતના કાર્યકરોનો ભાજપથી મોહભંગ થતાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા .
અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.