આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી
અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી
આવતીકાલથી અમદાવાદમાં પણ રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થાય
આવતીકાલથી રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. ગઇકાલ રાત્રિથી 3 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થયો. આવતીકાલથી ચારેય શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થવાનો છે. તો લોકોને અપીલ કરું છું કે, ચાની લારી, રેસ્ટોરાં વગેરે જગ્યાઓ પર ભીડ થતી હોય છે. જેના કારણે કોરોનાના સંક્રમણની શક્યતાઓ વધે છે.
યુવાનો બિન જરૂરી બહાર જવાનું ટાળે
યુવાનોને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, તમે સાજા જલ્દી થઇ જશો, પરંતુ ઘરના વડીલોને ખુબ મુશ્કેલી પડશે. તેની ગંભીરતા સમજીને યુવાનો પણ સાંજ પછી બિન જરૂરી બહાર ન જાય. પૂર્ણ રીતે રાત્રિ કરફ્યુનો અમલ થાય. બિજા શહેરોમાં પણ સંક્રમણ વધે નહીં તે માટે લોકો ઘરમાં રહે. દિવસે 6થી રાત્રે 9 લોકો માસ્ક વગર નીકળે નહીં.
કેન્દ્રની ટીમ સાથે મુખ્યમંત્રીએ યોજી બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોનાના સંક્રમણના નિયંત્રણની કામગીરી અને સારવાર તેમજ આરોગ્યલક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમના સભ્યો સાથે બેઠક યોજી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ