મને કોઇ હટાવી શકે તેમ નથી, 30 વર્ષથી કામ કરુ છું અસલ મહેસાણાનો પટેલ છું: મહેસાણાનું પાણી પીધું છે
ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ છેક સુધી રેસમાં આગળ હતું. પરંતુ ફરી એક વખત નીતિન પટેલના હોંઠ સુધી આવેલો પ્યાલો છિનવાઇ ગયો છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. નીતિન પટેલે જણાવ્યું કે સીએમ માટે ભલભલા નેતાઓના નામ ચાલતા હતા પરંતુ આખરે નિર્ણય તો પક્ષે જ કરવાનો હોય છે. નીતિન પટેલે જણાવ્યું કે તમે એવું ન માનતા કે હું એકલો પડી ગયો છું.
નીતિન પટેલનું મહેસાણામાં મોટું નિવેદન
મને કોઇ કાઢી શકે તેમ નથી
હું ચલતાપૂરજા રાજકારણી નથી
30 વર્ષથી કામ કરુ છું અસલ મહેસાણાનો છું મહેસાણાનું પાણી પીધું છે
હું હંમેશા પક્ષના સુખ સાથે સુખી અને દુઃખ સાથે દુઃખી

હું પ્રજાજનોના હૃદયમાં છું મને કોઇ કાઢી શકે તેમ નથી. નીતિન પટેલ કાર્યક્રમમાં બરાબરના ખીલ્યા. તેમણે કહ્યું કે હું કોઇ ચલતા પૂર્જા રાજકારણી નથી. છેલ્લા 30 વર્ષથી કામ કરું છું. એટલે અહીં સુધી પહોંચ્યો છું.
હું અસલ મહેસાણાનો છું… મેં મહેસાણાનું પાણી પીધું છે… તેમણે કહ્યું કે હું ક્યારેય લોભ કે લાલચમાં આવતો નથી. હું હંમેશા પક્ષના સુખ સાથે સુખી અને દુઃખ સાથે દુઃખી છું… સાથે જ નીતિન પટેલે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.