ભૂપેન્દ્રભાઈ જાતે સરકાર ચલાવવાના હોય તો સ્ટેડિયમનું નામ બદલી બતાવેઃ ઈસુદાન ગઢવી

ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શનિવાર અને રવિવારે એમ બે દિવસ મોટી રાજકીય સખળડખળ જોવા મળી હતી. ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવતા અનનેક રાજકીય પંડિતો ચોંકી ગયા હતા. આ ઉપરાંત ધારાસભ્ય દળમાં પણ કોઈ પ્રકારની કોઈને આશા ન હતી. એકદમ લો પ્રોફાઈલ રહેલા ધારાસભ્યને મુખ્યમંત્રી પદ મળતા કોઈએ વિચાર્યું પણ ન હોય એવું પરિણામ આવ્યું હતું.

જોકે, ફરી એકવખત હાઈકમાન્ડની સરપ્રાઈઝ આપવાની પોલીસી પુરવાર થઈ છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. આમ આદમીના નેતા ઈસુદાન ગઢવીએ એક પત્રકાર પરિષદ યોજી ભારતીય જનતા પાર્ટી પર મસમોટા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હું આમ આદમી પાર્ટી તરફથી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવા બદલ અભિનંદન આપું છું. પણ તેઓ માત્ર ભાજપનું એક મોહરૂ છે. એની પાછળથી તો અમિત શાહ અને સી.આર. પાટીલ સરકાર ચલાવવાના છે.

indianexpress.com

નીતિન પટેલને જે અન્યાય થયો એનું મુખ્ય કારણ પણ એ જ છે. ભાજપને એક રબ્બર સ્ટેમ્પ જેવા મુખ્યમંત્રી જોઈતા હતા. જે એના કહ્યા પ્રમાણે કર્યા કરે. નીતિનભાઈ મુખ્યમંત્રી હોય તો એ શક્ય ન હતું. કારણ એની વહીવટી કુશળતા વધારે છે. એ કેન્દ્ર કહે એમ ન કરી શકે. થોડા સમય પહેલા વિજય રૂપાણી સરકારે પાંચ થતા લોકોના ટેક્સના પૈસાથી મસમોટી ઉજવણી કરી હતી. પછીના એક જ મહિનામાં સરકાર નિષ્ફળ પુરવાર થઈ. પછી તો આ મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની જરૂર પડી. સરકાર તો રીમોટથી દિલ્હીથી ચાલવાની છે.

હવે નવા મુખ્યમંત્રીના પોસ્ટર લગાડશે અને હોર્ડિંગ પણ બનાવશે. જેમાં બિલ લોકોના ટેક્સના પૈસાથી ચૂકવાશે. જો ભૂપેન્દ્રભાઈ પોતાની રીતે સરકાર ચલાવવાના હોય તો મારી અપીલ છે કે,સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે એને ફરીથી સરદાર પટેલ સ્ટેડિમ કરી નાંખે. જોકે, એમની આ વાતને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે. હાલ તો નવા મંત્રીમંડળમાં કોને કેવું સ્થાન મળે છે એના પર સૌની નજર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *