ઉમિયામાં પાટીદારોના કુળદેવી આવી રીતે કહેવાય, જે લગભગ લોકોને ખબર જ નહિ હોય
આપણા ગુજરાત અને દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં અલગ અલગ ભગવાનને બિરાજમાન કરવામાં આવતા હોય છે. આથી બધા જ મંદિરોમાં બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શને આવતા હોય છે. તેવું જ આ મંદિર ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે, ઊંઝા એ ગુજરાતનું પ્રાચીન નગર માનવામાં આવે છે. આ નગર કડવા પાટીદારોના કુળદેવીના સ્થાન તરીકે ભારત ભરમાં જાણીતું છે.
ઊંઝા માં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં લાખો પાટીદારો અને ભાવિ ભક્તો ઉમિયામાતાના દર્શને આવતા હોય છે. ઉમિયામાં કૈલાસ પર્વત પરથી ગુજરાતમાં કેવી રીતે આવ્યા તે અંગે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એક કથા અનુસાર સિદ્ધપુરમાં વહેતી સરસ્વતી નદીમાં દેવો સ્નાન કરવા માટે આવતા હતા.
ભોળાનાથ એક વખતે પરિભ્રમણે નીકળ્યા હતા એ વખતે બાવન માટીના પૂતળા બનાવ્યા હતા જે વખતે શિવજી પાછા આવ્યા એ વખતે તેઓએ આ પૂતળા ઓમાં પ્રાણ પૂર્યા હતા. ત્યારથી જ આ બાવન દીકરાઓ કડવા પાટીદારની બાવન શાખા થઇ હતી ત્યારથી જ ઉમિયામાં પાટીદારોના કુળદેવી કહેવાયા હતા.
ઘણા ભક્તો ઉમિયામાતાના દર્શન કરવા માટે ઊંઝા આવતા હોય છે અને દરેક ભક્તોની ઉમિયામાતા મનોકામના પુરી કરતા હોય છે. આથી ઉમિયામાતાના દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થતા હોય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ભરી દેતા હોય છે.