ધૈર્યરાજ, વિવાન બાદ અંકલેશ્વરના પાર્થ પવારને રૂ.16 કરોડના ઈન્જેક્શનની જરૂર, મદદ માટે પરિવારની ગુહાર

ગુજરાતમાં ધૈર્યરાજસિંહ, વિવાન અને હવે અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતા પાર્થ પવારને SMA બીમારીની સારવાર માટે રૂપિયા 16 કરોડની મદદની જરૂર

  • અંકલેશ્વરના બાળકને ગંભીર બીમારી
  • બીમારીની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર
  • પરિવારજનોની લોકોને મદદ કરવા અપીલ

ગુજરાતમાં ધૈર્યરાજસિંહ, અને વિવાન બાદ વધુ એક બાળકને સારવાર માટે મદદની જરૂર છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવારમાં 3 મહિનાના માસૂમ બાળકને પણ SMAની ગંભીર બીમારી છે. અને પાર્થ નામનો આ બાળક હાલ સંઘર્ષ કરી રહ્યો છે. 3 મહિનાના માસૂમ પાર્થ પવારને પણ ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. જેનો ખર્ચ વધુ હોય લોકો મદદ માટે આગળ આવે તેવી પાર્થ ના પરિવાર જનો અપીલ કરી રહ્યા છે.

રોજીરોટી માટે થોડા વર્ષો અગાઉ અંકલેશ્વરમાં વસેલો પવાર પરિવાર હાલ તેઓના નાનકડા પુત્ર પાર્થનો જીવ બચાવવા માટે લોકોના સહારાની રાહ જોઈ રહ્યો છે. પાર્થને બીમારીમાંથી મુક્ત કરવા માટે ₹16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ થાય છે. જે પવાર પરિવાર કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો છે.

પાર્થ હાલમાં જ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઇ પરત અંકલેશ્વર આવ્યો છે. ત્યારે લોકો પવાર પરિવારની આ કપરી સ્થિતિમાં તેઓને સાથ સહકાર આપી પાર્થનો જીવ બચાવવા માટે મદદરૂપ બને તેવી આશાઓ સોશિયલ મીડિતા તેમજ મીડિયા પ્લેટફોર્મ થકી લોકો સમક્ષ મૂકી મદદની ગુહાર લગાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *