ભગુડા મા મોગલના દર્શન માત્રથી સંતાન સુખની પ્રાપ્તિ થશે, વાંચો માઁ મોગલે આપેલા પરચા વિશે…
આપણા દેશમાં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરની વિશેષતા અલગ અલગ હોય છે. ત્યારે આજે આપણે એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યાં છીએ કે તે મંદિરના માતાના દર્શન કરવા માત્રથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામમા માઁ મોગલ હાજરા હજૂર બિરાજમાન છે. ભારતના માત્ર એવા બે જ ગામમાં છે જેમાં કોઈ પણ ઘરે ક્યારેય પણ તાળા મારવામાં આવતા નથી. એક મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવ અને બીજું ગુજરાતનું ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામ. અહિંયા માતા મોગલ સાક્ષાત બિરાજમાન છે.
ભગુડા માઁ મોગલના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. જે લોકો સંતાન પ્રાપ્તિની કામના કરે છે. તે લોકોની કામના ચોક્કસથી માઁ મોગલ પૂર્ણ કરે છે. જેથી અહિંયા ગુજરાત એન્ડ ગુજરાત બહાર થી ભાવિ ભક્તો દર્શન કરવા માટે દરરોજ આવે છે. આ સાથે જ પોતાની મનોકામના પૂર્ણ થતાં જ તેઓ પોતાના સંતાનો ના ફોટો માતાને અર્પણ કરે છે.

આ મંદિરમાં દર રવિવારે ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં વિદેશમાં વસતા લોકો પણ માતાના આર્શિવાદ લેવા માટે આવે છે. અહિયા મોગલ માતા એટલે બધાની માતા. જે કોઈ એક સમાજની નહીં પરંતુ દરેક સમાજની માઁ છે. મોગલ માતા ને અઢારે વરણની આઈ કહેવામાં આવે છે. મોગલમાં ના પિતા નું નામ દેવસુર ચાંદલોડિયા અને માતા રાણબાય. મોગલમા નું જન્મ સ્થળ ભીમરાણા ગામ છે. માતાજીનું મંદિર ભગુડામાં આવ્યું છે. ભગુડાને મોગલ ધામ તરીકે પણ ઓળખાય છે. જે જગ પ્રખ્યાત છે.
માઁ મોગલને લાપસી બહુ પ્રિય હતી એટલે મોગલમાંને લાપસીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. માં મોગલ બધાના દુઃખ દૂર કરીને બધા ભક્તોની મનોકામના પુરી કરે છે. ઘણા લોકો પુત્ર પ્રાપ્તિ માટે પણ આ મંદિરમાં માનતા રાખતા હોય છે. જ્યારે તેની મનોકામના પૂર્ણ થાય ત્યારે આ મંદિરમાં પોતાના પુત્રનો ફોટો માં મોગલને ચડાવતા હોય છે.
તમને જણાવી દઈએ આ ગામમાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી તેની પાછળ એવું તારણ છે કે ગામમાં થી ટાંકણી જેટલું પણ કોઈ પણ વસ્તુ લઈ જવામાં આવે તો તે ગામની બહાર જઈ શકતું નથી. જો કોઈ ચોરી કરવાનો પ્રયાસ કરે તો તે વસ્તુ લઈને ગામની બહાર જઈ શકતો નથી. કારણ કે અહિંયા માઁ મોગલ સાક્ષાત બિરાજમાન રહે છે.
આ લેખ જો તમને સારો લાગ્યો હોય તો આ પોસ્ટ ને વધુ ને વધુ શેર કરવા નમ્ર વિનંતી સાથે જય મોગલ.