સરકારી નોકરી છોડી ને કર્યું ખેતી ચાલુ કરી, અને કમાય છે કરોડો રૂપિયા
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે જેમને મોટા પગારની નોકરી હોવા છતાં લોકો તેને છોડીને ખેતી કરવાનું પસંદ કરતા હોય છે. તેવો જ કિસ્સો રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હરીશ ધનદેવ સાથે થયો હતો. હરીશે જયપુરથી તેનું બી.ટેક પૂરું કરીને દિલ્હીની કોલેજમાં એમબીએ કરી રહ્યો હતો. તે પછી હરીશને જેસલમેર નગરપાલિકામાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી મળી હતી.
હરીશ ખેડૂત પરિવારનો દીકરો હતો તો તે ખેતી કરવા માંગતો હતો તો તેઓએ નોકરી છોડીને એલોવેરાની ખેતી કરવાનું વિચાર્યું હતું. આથી હરીશએ આધુનિક ખેતી વિશેની જાણકારી મેળળવા માટે દિલ્હી ગયા હતા અને એકસો વીસ એકર જમીન પર કેટલીક જુદી જુદી ખેતી કરવાનું નક્કી કર્યું હતું.
હરીશે શરૂઆતમાં એશી હજાર એલોવેરાથી શરૂઆત કરી હતી અને પછી તે લાખો સુધી પહોંચાડ્યા હતા. તે પછી હરીશે એલોવેરાના છોડ ઉગાડવાનું નક્કી કર્યું તો લોકોએ હરીશને કહ્યું કે
ઘણા લોકો જેસલમેરમાં એલોવેરાની ખેતી કરી ચૂક્યા છે પણ કોઈને સફળતા મળી ન હતી એટલે હરીશ દસ વિઘા જમીનમાં એલોવેરાની ખેતી શરૂ કરી હતી અને હવે હરીશ સાતસો વિઘામાં એલોવેરાની ખેતી કરતો હતો.
એલોવેરાની વધતી માંગને લીધે હરીશ ધનદેવે એ જેસલમેરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર ધીસરમાં નેચરલ એગ્રો નામની કંપની શરૂ કરી હતી અને હરીશ એલોવેરાની ખેતીમાંથી વર્ષે કરોડો રૂપિયા કમાતો હતો.