TMC છોડી BJPમાં જનારા ‘ઘર વાપસી’ માટે ઉત્સુક, દીદી માફ કરી દો

કોલકાતા: ‘મારાથી ભૂલ થઇ ગઇ, હું મમતા બેનરજીની માફી માંગુ છું. મને આશા છે કે તે મને માફ કરશે. જો તે મને પરત સ્વીકારે છે તો હું તેમનીસાથે રહીશ અને પુરી ઇમાનદારીથી તેમની પાર્ટી માટે કામ કરીશ.’ આ વાત ટીએમસી છોડીને ભાજપમાં ગયેલા સરલા મુર્મૂએ કહી છે.
 
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની જીત બાદ પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા નેતા ઘર વાપસી માટે ઉત્સુક છે. કોઇ મમતા બેનરજીની માફી માંગી રહ્યુ છે તો કોઇ કહી રહ્યુ છે કે તમારા વગર જીવી નહી શકું.

મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીક ગણાતા અને પૂર્વ ટીએમસીના ધારાસભ્ય સોનાલી ગુહા બાદ હવે સરલા મુર્મૂ TMCમાં પરત ફરવા માટે મમતા બેનરજીની માફી માંગી રહી છે.
 
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમો મમતા બેનરજીએ સરલા મુર્મૂને માલદા જિલ્લાની હબીબપુર વિધાનસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ મુર્મૂ તેની જગ્યાએ માલદામાંથી ચૂંટણી લડવા માંગતા હતા. તે બાદ તેમણે ટીએમસી છોડી દીધી હતી અને ભાજપમાં જોડાઇ ગયા હતા પરંતુ ભાજપની હાર બાદ મુર્મૂ ટીએમસીમાં પરત આવવા માંગે છે.

માછલી પાણી વગર નથી રહી શકતી, હું મમતા વગર નથી રહી શકતી


મુર્મૂ સિવાય કેટલાક નેતા છે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના પોતાના નિર્ણય પર અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્ય વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર સોનાલી ગુહાએ તૃણમૂલ સુપ્રીમોને પત્ર લખીને પાર્ટી છોડવા માટે માફી માંગી છે.


4 વખત ધારાસભ્ય રહી ચુકેલા સોનાલી ગુહાએ કહ્યુ કે, જેમ માછલી પાણી વગર નથી રહી શકતી તેવી રીતે હું મમતા બેનરજી વગર નથી રહી શકતી. ભાજપમાં મારો શ્વાસ રૂંધાઇ રહ્યો હતો. હવે હું ભાજપ સાથે પોતાના તમામ સબંધ તોડી રહી છુ અને જ્યારે પણ મમતા દીદી મને બોલાવશે, હું ટીએમસી જોઇન કરીશ.

દિપેંદૂ બિસ્વાસે ભાજપ છોડી

ગત અઠવાડિયે, પૂર્વ ફૂટબોલર અને તૃણમૂલના ધારાસભ્ય દિપેંદૂ બિસ્વાસે નારદ સ્ટિંગ ટેપ મામલે સત્તાધારી પાર્ટીના ત્રણ નેતા અને એક પૂર્વ મંત્રીની ધરપકડના વિરોધમાં ભાજપ છોડી દીધુ હતું. દિપેંદૂ બિસ્વાસે કહ્યુ કે તેમણે પોતાની જૂની પાર્ટીમાં આવવાની આશા છે. વિધાનસભા ચૂંટણીમાં નજરઅંદાજ કરવામાં આવતા બિસ્વાસે ટીએમસી છોડી દીધી હતી.

આ સિવાય કૂચ બિહારના હેડ ઓફ બોડીએ પણ ભાજપ છોડી દીધુ છે. આ તમામ નેતાઓએ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી.


અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ

Facebook  | Instagram Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *