વિજય માલ્યાનું Kingfisher House 52 કરોડ રૂપિયામાં વેચાયુ
વિજય માલ્યાના સ્વામિત્વ ધરાવતી અને હવે બંધ થઇ ચુકેલી કિંગફિશર એરલાઇન્સના કાર્યાલય કિંગફિશર હાઉસને વેચી દેવામાં આવ્યુ છે. લેંડર્સે કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઇવેટ ડેવલપરને 52 કરોડ રૂપિયામાં વેચી દીધુ છે. આ પહેલા કિંગફિશર હાઉસને વેચવાના કેટલાક પ્રયાસ બાદ પણ દેવાદારોને ખરીદદાર મળ્યો નહતો.
રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ્સનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે શરૂઆતમાં બેન્કોએ એક રિયલિસ્ટિક રિઝર્વ પ્રાઇસ નક્કી કરી હતી કારણ કે પ્રોપર્ટીની કેટલીક સીમાઓ હતી. જેમાં કહેવામાં આવ્યુ હતું કે પ્રોપર્ટીના વિકાસની કોઇ શક્યતા નથી કારણ કે આ મુંબઇ એરપોર્ટના બહારના વિસ્તારમાં સ્થિત છે. પ્રોપર્ટી મુંબઇમાં એરપોર્ટ પાસે આલીશાન વિલેપાર્લે વિસ્તારમાં સ્થિત છે.
કેટલીક હરાજીના થયા નિષ્ફળ પ્રયાસ
લેંડર્સે માર્ચ 2016માં પ્રથમ વખત 150 કરોડ રૂપિયાના રિઝર્વ પ્રાઇસ સાથે પ્રોપર્ટીની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે બાદ કેટલીક વખત પ્રોપર્ટીની હરાજીનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે અને કિંગફિશર એરલાઇન્સ સબંધિત લોનની ચુકવણીમાં ચુક માટે ભારતીય અધિકારીઓ દ્વારા વાંછિત છે. Kingfisher Airlinesને 2012માં બંધ કરી દેવામાં આવી હતી.
Kingfisher Airlines પર ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં ભારતમાં બેન્કોના એક કંસટોર્યિમના લગભગ 10,000 કરોડ રૂપિયા બાકી રકમ છે. માલ્યા યુકેમાં પ્રત્યર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને 2019માં ભારતમાં એક ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યા હતા